Posts

હનુમાનજી મંદિર, સારંગપુર

Image
હનુમાનજી મંદિર , સારંગપુર (ધાર્મિક પ્રવાસન સ્થળ)              ભગવાન સ્વામીનારાયણના અંતધ્યાન પછી અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરતા કરતા બોટાદ આવ્યા. આ સમાચાર સાંભળી સારંગપુરથી દરબાર વાઘાખાચર બોટાદ દર્શને આવ્યા. વાઘા ખાચર ઉદાસ મોઢે સ્વામી સામે જોયા કરતા હતા. એવામાં સ્વામીએ પૂછ્યું દરબાર ઉદાસ દેખાવ છો અને વાઘા ખાચર બોલ્યા કે સ્વામી અમારે બે વાતનું દુખ છે. ત્રણ વર્ષથી વરસાદ નથી અને ગામની આર્થીક સ્થિતિ ખરાબ હોવાના કારણે ગામમાં કોઈ સંત નથી આવતું. સ્વામીજીને થયું કે આતો ભગવાનશ્રી સ્વામિનારાયણ પ્રસાદીનું ગામ અને અહિયા આવી સ્થિતિ એટલે તેમને વિચાર કરતા કહયું કે , તમારે ત્યાં હનુમાનજીની પ્રતિમા સ્થાપવા ઈચ્છું છું. એ પછી તમારે ત્યાં કોઈ પણ પ્રકારનું દુખ નહી રહે.          થોડા દિવસ પછી ગોપાળાનંદ સ્વામી ત્યાં પહોચીયા અને તેમણે આપેલું વચન યાદ આવ્યું. ગામના પાદરે પડેલા પાળિયા માંથી એક વિશાળ પાળીયો લઇ આવ્યા અને બોટાદથી કાનજીભાઈ કડિયાને બોલાવીયા અને મૂર્તિ બનાવવા માટે કહયું. કાનજી ભાઈ ભગવાનશ્રી સ્વામિનારાયણ દ્વારા જે હનુમાનજી નો ઉલેખ કરવામાં આવીયો હતો એજ પ્રમાણે મૂર્તિ ન